ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 83

  • 1.3k
  • 630

(૮૩) જીવન-સંધ્યાને આરે.        મારી જીવનયાત્રા અનોખી છે. અત્યારે તો હું એના અંતિમ તબક્કામાં છું. મેં ભારતના હિંદુ રાજ્ય અને મોગલ સામ્રાજ્યમાં મારી સંગીતકળાથી વર્ષો સુધી એક્ચક્રી ચાહના ભોગવી છે. માણસની સાધના જેટલી કષ્ટદાયી એટલી એની કીર્તિ પણ ગગનગામી જ હોય ને?   મોગલ-સામ્રાજ્યનાં જાહોજલાલીના કાળમાં, શહેનશાહ અકબરની કીર્તિ કરતાં વધુ કીર્તિ હિંદુસ્તાનના ચાર માનવીઓને, અને તે તેના યુગના ચાર માનવીઓને મળી તે કાંઇ જેવી તેવી વાત છે.? સંતકવિ તુલસીદાસજી, રાજા ટોડરમલજી, મહારાણા પ્રતાપ અને હું હું એટલે કોણ? નાનપણમાં મને “રામતનું” કહેતા, કેટલાંક ત્રિલોચનના નામે ઓળખતા. કેટલાંક “તન્ના મિશ્ર” પણ કહેતા. તાનસેન કહીને ઉમળકાથી બોલાવનારા મારા લાખો પ્રશંસકો