ધૂલો તો હરખપદૂડો (DTH) - 39

  • 1.6k
  • 1
  • 974

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૩૯આપણે જોયું કે 'રશિયા યુક્રેન વોર' થીમ પર આ મિત્ર વર્તુળની આ માસિક શનિવારીય બેઠક બાદ વિનીયો વિસ્તારી અને કેતલો કીમિયાગાર સપરિવાર મિત્ર વર્ગ વોટ્સએપ ગ્રુપમાંથી ગાયબ તો છે તદુપરાંત સંપર્ક પણ ટાળે છે. ઘણાં પ્રયત્નો બાદ પણ તેઓ એમની ગતિવિધિ વિશે ગણસારો કે સંકેત મળતો નથી. આખરે મૂકલો મુસળધાર અને ધૂલો હરખપદૂડો એમના ઘરે જઈને, તાળુ જોઈ એમને કોલ કરે છે તો આ વાતથી અજાણ એ બંને ઘરમાં જ હોય એમ ખોટું બોલે છે. હવે આગળ...મૂકલો મુસળધાર અને ધૂલો હરખપદૂડો એકદમ દિગ્મૂઢ થઈ ગયાં. પ્રસ્થાપિત પરિસ્થિતિ પર પરિપક્વ પગલાં પડકારજનક થઈ પડ્યા હતા.