હિતોપદેશની વાર્તાઓ - 38

  • 4.8k
  • 1.3k

38. એક ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો. બ્રાહ્મણને ત્યાં સંતાન નહોતું એટલે બ્રાહ્મણી જાતજાતના વ્રત કરે. અંતે એની આશા ફળી. એ ગર્ભવતી બની. હવે બ્રાહ્મણના ઘર પાસે એક નોળીયા નું દર હતું. નોળિયાનું કુટુંબ પણ બ્રાહ્મણના ઘર સાથે મળી ગયું હતું. આખો દિવસ એ ઘરમાં જ હોય. બ્રાહ્મણીએ જે દિવસે બાળકને જન્મ આપ્યો એ જ દિવસે નોળિયાને પણ બચ્ચું જન્મ્યું. આથી બ્રાહ્મણીને નોળીયા અને બચ્ચા પર ઘણું હેત. એ રોજ બચ્ચાની દેખરેખ રાખે, દૂધ પાય. બાળકની સાથે એને ઉછેરે. બ્રાહ્મણે પોતાના દીકરાનું નામ શંકર પાડ્યું. શંકર અને નોળીયા નું બચ્ચું સાથે મોટા થયા. બંને વચ્ચે મિત્રતા બંધાઈ ગઈ હતી. બંને