હિતોપદેશની વાર્તાઓ - 34

  • 3.5k
  • 1.1k

34. હિમાલયની તળેટીમાં એક ઋષિનો આશ્રમ હતો. આશ્રમમાં ઘણા વિદ્યાર્થીઓ રહેતા હતા. ઋષિ સૌને પ્રેમથી ભણાવતા હતા. એક રામ શર્મા નામના વિદ્યાર્થીનું ભણતર પૂરું થતાં ગુરુદેવ પાસે આવ્યો અને પ્રણામ કરી ઘેર જવાની આજ્ઞા માગી. ગુરુએ આશીર્વાદ આપ્યા. રામ શર્મા કહે ગુરુજી, તમે મને ઘણા શાસ્ત્રોનું જ્ઞાન આપ્યું પણ આજે વિદાય વેળાએ એવું કંઈક કહો જેને અનુસરી હું મારું કલ્યાણ સાધી શકું. ગુરુજી કહે બેટા, મેં તો તથાશક્તિ તને જ્ઞાન આપ્યું છે છતાં એક વાત ધ્યાનમાં રાખજે. ક્યારેય જ્ઞાનનું અભિમાન નહીં કરતો. એમ સમજતો નહીં કે તું ભણ્યો એટલે શ્રેષ્ઠ પંડિત બની ગયો. જ્ઞાનનો સાગર અગાધ છે. કોઈ મનુષ્યની એટલી