હિતોપદેશની વાર્તાઓ - 32

  • 4.6k
  • 2
  • 1.5k

32. એક નગરમાં રાજશેખર નામે રાજા રાજ્ય કરતો હતો. રાજ્ય નાનું પણ સમૃદ્ધ હતું. લોકો સુખી હતા. રાજા સારો હતો પણ બીકણ હતો. એક વખત એવું બન્યું કે રાજાનો હજામ મહેલમાંથી કીમતી વાસણોની ચોરીના આરોપસર પકડાઈ ગયો. હકીકતમાં એ નિષ્ઠાથી ફરજ બજાવતો હતો. એણે કોઈ દિવસ ખોટું કર્યું નહોતું પણ કર્મ સંજોગોએ જ્યાંથી કીમતી વાસણોની ચોરી થઈ ત્યાંથી છેલ્લો એ જ પસાર થયેલો પહેરેગીરે એને જોયેલો રાજસેવકોએ એના ઘરની તલાશી લીધી પણ કાંઈ મળ્યું નહીં. સંજોગો એવા હતા કે એણે ચોરી કરી હોય એવું જ લાગે એટલે કાયદા મુજબ રાજાએ એને માથું મુંડાવી પચાસ ફટકાની સજા કરી. સજાનો અમલ કરવાના