હિતોપદેશની વાર્તાઓ - 30

  • 4.6k
  • 1.4k

30. નદી કિનારે ઘટાદાર વનમાં એક ઋષિ આશ્રમ બનાવી રહેતા હતા. એમનો મોટાભાગનો સમય પ્રભુ ભક્તિમાં જ વ્યતિત થતો હતો. એક સવારે તેઓ નદીમાં સ્નાન કરી પ્રભુ ધ્યાન માટે આશ્રમ તરફ આવતા હતા ત્યાં તેમણે એક નાની ઉંદરડી પડેલી જોઈ. ઉંદરડી જીવતી હતી પણ મરવા જેવી થઈ ગઈ હતી. ઋષિને દયા આવી એણે વિચાર્યું હું આને માટે કંઈ કરીશ નહીં તો તે બિચારી અહીં મરી જશે. કોઈનો શિકાર બની જશે. આમ વિચારી એણે તે ઉપાડી લીધી. પણ એને કેવી રીતે સાચવી શકાય? એને જીવાડવા માટે ખવડાવવું પીવડાવવું પડે. ઉંદરડીની જગ્યાએ માનવ બાળ હોય તો એને સાચવી શકાય. એમ વિચારી ઋષિએ