હિતોપદેશની વાર્તાઓ - 27

  • 3.2k
  • 1.3k

27. એક સરોવરમાં એક કાચબો રહેતો હતો. એને કિનારે રહેતા હંસના એક જોડા સાથે ગાઢ દોસ્તી હતી. ત્રણે મિત્રો મોજથી રહેતા હતા. ખાઈ પી ને આનંદ કરતા હતા. એવામાં દુકાળ પડ્યો. સરોવર સુકાવા માંડ્યું. હંસનું જોડું બીજા કોઈ સરોવરના કિનારે જવાનું વિચારવા લાગ્યું. હંસે દૂર જઈને મોટું સરોવર શોધી કાઢ્યું અને ત્યાં રહેવા જવા નક્કી કર્યું. એણે પોતાના મિત્ર કાચબાને આ વાત કરી. કાચબો કહે વરસાદ નથી અને વસમો કાળ આવ્યો છે. થોડા સમયમાં સરોવર સુકાઈ જશે. તમે એમ કરો, મને પણ તમારી સાથે લઈ જાઓ નહી તો હું ભૂખ્યો રહી મરી જઈશ. હંસ કહે પણ ભાઈ, આ સરોવર તો