હિતોપદેશની વાર્તાઓ - 24

  • 3.4k
  • 1.4k

24. આમ તો શિયાળ જંગલમાં જ રહે પણ એક શિયાળ ફરતું ફરતું ગામમાં પહોંચી ગયું. આમ તો રાત હતી એટલે કોઈએ એને જોયું નહીં પણ એક કૂતરાની નજર એના પર પડી. પછી તો કૂતરાઓનું ટોળું એની પાછળ પડ્યું. શિયાળ ચમકીને આમતેમ નાસવા માંડ્યું. અચાનક દોડતાં દોડતાં એની નજર એક પીપ પર પડી. એને થયું સંતાવાની આ સારી જગ્યા છે એટલે તેમાં કુદી પડ્યો. કુતરાઓ તો ભસતા ભસતા આગળ નીકળી ગયા પણ શિયાળની દશા બેઠી. એ પીપ એક રંગરેજનું હતું. એણે કપડાં રંગવા માટે તેમાં લીલો રંગ પલાળ્યો હતો. શિયાળ તો જેવો પડ્યો એવો આખા શરીરે રંગાઈ ગયો. રંગ એકદમ પાકો