હિતોપદેશની વાર્તાઓ - 22

  • 3.3k
  • 1
  • 1.4k

22. એક જંગલમાં સિંહ, વરુ અને શિયાળ સાથે રહેતા હતા. ત્રણેય મિત્રો હતા. સિંહ શિકાર કરી લાવતો અને ભોજન કરી વધે તે શિયાળ અને વરુને આપી દેતો. બંનેને તૈયાર ભાણું મળતું એટલે સિંહની સેવા કરતા. સિંહને પણ બંનેનો સાથ ગમતો. એક દિવસ જંગલમાં ત્રણેય સાથે ફરવા નીકળ્યા. ત્યાં સિંહની નજર ઊંટ પર પડી. તરત તેણે તરાપ મારીને ઊંટડી ને મારી નાખી લીધી અને ત્રણે જણા ત્યાં ઉજાણી કરવા બેઠા. ત્યાં ઉંટડીનું બચ્ચું તેની માને શોધતું આવી પહોંચ્યું. બચ્ચું ખૂબ નાનું હતું. તે ડરીને અને માતાના વિયોગમાં જોરજોરથી રડતું હતું.ત્રણેયના પેટ ભરાઈ ગયાં હતાં એટલે તૃપ્ત થયેલા સિંહને બચ્ચા પર દયા