હિતોપદેશની વાર્તાઓ - 19

  • 3k
  • 1.4k

19. સાગર કિનારે ટીટોડીઓનું એક જોડું રહેતું હતું. આનંદ કિલ્લોલ કરતું હતું. તેઓનું જીવન સાગર કિનારે જ પસાર જ થયું હતું. સાગર એમને જોઈ ઈર્ષ્યા કરતો પણ કાંઈ કરી શકતો નહીં. તોફાને ચડી મોજા ઉછાળતો તેમના સુધી પહોંચી જતો અને તેમના ઘરને ઘસડી લાવતો પણ બીજા જ દિવસે તેઓ તેમનું ઘર ફરીથી બનાવી લેતાં. એક સમય આવ્યો જ્યારે સાગરને પોતાની શક્તિ બતાવવાની તક મળી. ટીટોડીએ ઈંડા મૂક્યાં. નરે પોતાની પત્નીને સમજાવી કે આપણે બીજી કોઈ સલામત જગ્યાએ જઈએ પણ માદાએ કહ્યું આ આપણું ઘર છે. જન્મથી અત્યાર સુધી અહીં જ રહીએ છીએ તો આપણે ઘર છોડવું જોઈએ નહીં. નરે સાગરના