હિતોપદેશની વાર્તાઓ - 16

  • 3.4k
  • 1.8k

16. દમનકે દોઢડાહ્યા ગધેડાની વાર્તા શરૂ કરી. કાશીમાં એક ધોબી રહેતો હતો. એ આખો દિવસ લોકોના કપડાં ધોવે અને સાંજે પોતાના ગધેડા પર ધોયેલાં કપડાં લાદીને ઘેર લઈ આવે. કપડાં સૂકવે. બીજે દિવસે ધોયેલ કપડાં ગ્રાહકોને પહોંચાડે અને ધોવાના કપડાં લઈ આવે. આ એનો નિત્યક્રમ. પણ આખો દિવસ કામ કરીને તે એટલો બધો થાકી જાય કે પથારીમાં પડ્યા ભેગો ઊંઘી જાય. એને કાચી ઊંઘમાંથી ભૂલથી કોઈ ઉઠાડે તો સમજવું કે તેનું આવી બન્યું. એનો ગધેડો એથી ઉલટા સ્વભાવનો. દિવસે કામ હોય ત્યારે ઊંઘ્યા કરે અને રાતે બધા ઊંઘી જાય ત્યારે જાગે. એને એકલા ચેન પડે નહીં એટલે કોઈને કોઈને પોતાના