13. તો ઉંદરે વાર્તા શરૂ કરી. એક જંગલમાં એક હાથી રહેતો હતો. એ ખૂબ જ શક્તિશાળી હતો. એના જેટલું કોઈ શક્તિશાળી બીજું ન હતું એટલે એ પોતાની શક્તિનો પૂરેપૂરો લાભ ઉઠાવતો. આખા જંગલમાં ગમે તેમ દોડતો. રસ્તામાં જે કોઈ આવે તેને સૂંઢના એક ઝપાટે ઉપર પહોંચાડી દેતો. એની સામે થાય એવું કોઈ નહોતું. નહોતો સિંહ કે નહોતો વાઘ. બીજો કોઈ હાથી પણ નહોતો. એટલે આ હાથીને ફાવતું મળી ગયું હતું. એ રોજ રમતમાં ને રમતમાં પુષ્કળ નુકસાન કરતો અને અનેક નાનામોટાં પ્રાણીઓને હેરાન કરતો. જંગલનાં બધાં પ્રાણીઓ હાથીના ભયંકર ત્રાસથી કંટાળી જંગલ છોડીને ભાગી ગયાં પણ જેટલાં રહ્યાં હતાં તેઓએ