10. તો હવે ઉંદરે પોતાના ભૂતકાળની વાત કહેવાની શરૂઆત કરી. નજીકના ગામમાં એક સાધુ રહેતો હતો. એ આખો દિવસ ભિક્ષા માગી રાત્રે દાનમાંથી ભગવાનનું પૂજન કરતો અને વધે તે ભીંત ઉપર ની એક ખીંટી પર પોટલું વાળી લટકાવી રાખતો. એક દિવસ એને એક મિત્ર મળવા આવ્યો. સાધુએ તેનો સત્કાર કર્યો. વાતચીત કરી. એ મહેમાન એને પોતાના વીતેલા દિવસોની વાત કહેવા લાગ્યો. વાત કરતાં કરતાં એની નજર યજમાન તરફ ગઈ. યજમાનનું ધ્યાન વારંવાર કોઈ દંડ પર જતું હતું. એ દંડ જમીન પર પછાડ્યા કરતો હતો. મિત્રોનું આવું વર્તન જોઈ મહેમાનને ખોટું લાગ્યું. એણે કહ્યું ભાઈ, હું પરગામ થી તને મળવા આવ્યો