હિતોપદેશની વાર્તાઓ - 9

  • 5.7k
  • 1
  • 3.5k

9. ઉંદરે હરણની વાર્તા પૂરી કરી એટલે કાગડો એના મો તરફ જોઈ બોલ્યો ભાઈ ઉંદર , તારી વાત સાચી પણ તું જ કહે. તને ખાઈ જવાથી મને શું ફાયદો ? પેટ એક વાર ભરાય પણ પછી ? તારી જેવા મિત્રો મને ફરી મળે? હું એટલો મૂર્ખ થોડો છું કે આવા સારા મિત્રોને પોતાના બનાવવાની બદલે મારી નાખું? કબુતરના રાજા ની જેમ હું કોઈ સંકટમાં આવું તો મને તું બચાવીશ. તારી સાથે દોસ્તી બાંધવાથી તો એ આશા રહે. દરેક જગ્યાએ જેમ ખરાબ લોકો હોય તેમ સારા પણ હોય છે. સારા પોતાનું સારાપણું ક્યારેય નથી છોડતા. તેના મનમાં વિકાર પેદા નથી થતો.