હિતોપદેશની વાર્તાઓ - 5

  • 5.3k
  • 3.7k

5. આ કબુતર અને હિરણ્યક ઉંદરની વાર્તા ઉપર બેઠો બેઠો કાગડો, જે આપણે જોયુ કે ઉપર બેસી જોતો હતો. તેણે જોયું કે કબૂતરો વિદાય થયાં. એ સાથે જ તે સીધો નીચે આવ્યો અને હિરણ્યક ના દર પાસે ઉભી ગયો. ભાઈ હિરણ્યક ઉંદર, બહાર આવ. તેણે કહ્યું. હિરણ્યક તો દરમાં ફરીથી અંદર જતો રહ્યો. કાગડાએ ફરીથી કહ્યું ભાઈ ઉંદર, મારાથી ડરતો નહીં. બહાર તો આવ ? ઉંદરે બહાર ડોકું કાઢ્યું અને પૂછ્યું કેમ ભાઈ , કોનું કામ છે ? કાગડો કહે બીજા કોનું? તારું. ઉંદર કહે મેં તમને ક્યારે પણ જોયા તો નથી. કાગડો કહે ન જ જોયો હોય ને ?