જીવનમાં ઘણીવાર એવા પ્રસંગો બને છે કે આપણા મનમાં ધાર્યું હોય કે આ કાર્ય કરવું છે ને એ સફળ ના થતું હોય એવું શા માટે ? જે કાર્ય કરીએ છીએ એમાં વિરોધી શક્તિ આવે છે ને એ કાર્યને અટકાવે છે, તે શા માટે એવું થાય છે ? એનું સમાધાન એવું છે, કે આપણને સાચું કાર્ય કરવા જતા અટકાવે છે, એને અંતરાય કર્મ કહે છે. એવા અંતરાય શાથી પડી ગયા છે ? એવું છે ને, એક દહાડો બગીચાથી કંટાળ્યો હોય ને, તો હું બોલી દઉં કે, ‘આ બગીચામાં કોઈ દહાડોય આવવા જેવું નથી.’ અને પછી આપણે જ્યારે ત્યાં જવાનું થાય ને,