પંચતંત્ર ની વાર્તા - 4

  • 3.4k
  • 2
  • 2.1k

5 વેશધારી વિષ્ણુ  વૈશાલી નામે એક મોટું નગર હતું. તેમાં એક સુથાર અને એક કોળી રહેતા હતા. બંને વચ્ચે એવી ભાઈબંધી હતી કે, તેમને એક બીજા વિના ચાલે જ નહીં. જ્યાં જાય ત્યાં સાથે ને સાથે. એક દિવસ આ નગરમાં એક દેવમંદિરનો ઉત્સવ હતો. ઉત્સવમાં ભાગ લેવા દૂર દૂરથી સાધુ-સંતો, ભાવિક-ભક્તો અને નરનારીઓનાં ટોળેટોળાં આવેલાં હતાં. તે બધાં નગરયાત્રામાં જોડાયાં હતાં. “ અહીંની રાજકુંવરી પણ ફૂલમાળાઓથી શણગારેલા હાથી ઉપર બેસીને, નગરયાત્રામાં નીકળી હતી. શું રાજકુંવરીનું રૂપ ! તેનાં દર્શન કરવાં એ પણ એક લ્હાવો હતો. અંબાડીમાં બેઠેલા કંચુકીઓ છત્ર ધરી રહ્યા હતા, વર્ષધરો ચામર ઢોળતા હતા અને દાસીઓ સોને મઢ્યા