ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 80 અને 81

  • 1.3k
  • 696

(૮૦) રાજા માનસિંહ અને શાહબાઝખાન  રાજા માનસિંહ અને શાહબાઝખાન મોગલસેનામાં એકબીજાના કટ્ટર હરીફ હતા. બંને પાસે પોતાની આગવી પરંપરા હતી. વિચારધારા હતી. પોતાની વિચારધારાના અમલ માટે બન્ને તનતોડ પ્રયત્ન કરતાં હતા. બંનેની વિચારધારા એકબીજાના હિતોને નુકશાન કરતી હતી. એકબીજાથી ટકરાતી હતી. તેથી જ બંને એકબીજાના કટ્ટર હરીફ હતા. મોગલે-આઝમ શહેનશાહ અકબરની સેનામાં બે પ્રવાહ વહેતા હતા. એક  પ્રવાહ હતો કેવળ મુસ્લીમ સેનાપતિઓનો. બીજો પ્રવાહ હતો હિંદુ સેનાપતિઓનો, જેને બહુમતીના કારણે રાજપૂત સેનાપતિઓનો પ્રવાહ પણ કહી શકાય. બાદશાહ ચકોર હતા. બંને પ્રવાહના સેનાઅપતિઓની સ્પર્ધાનો પૂરેપૂરો લાભ તેઓ ઉઠાવતા હતા. રાજપૂત લડાયક કોમ હતી. સેનામાં સારા હોદ્દા જ્યાં મળે ત્યાં તેઓની વફાદારી