ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 78

  • 2k
  • 1.1k

(૭૮) શાહબાઝીખાન બીંડુ ઝડપે છે.          સમ્રાટ અકબર કંટાળીને મેવાડની ધરતી પરથી પાછા ફર્યા. આગ્રામાં બાદશાહની રાજા માનસિંહ સાથે મુલાકાત થઈ. તે વખતે તેઓ ઝંખવાણા પડી ગયા. ચાલાક રાજા માનસિંહ બોલ્યા, “ બાદશાહ સલામત, આક્રમણો કરવા એ તો બાદશાહનો ધર્મ છે. મેવાડ તો ગમે ત્યારે જીતી શકાશે. મુખ્ય સવાલ આપની સેહતનો છે. આપ હવે મેવાડ જેવા મામુલી પ્રશ્નમાં પરેશાન ન થાઓ.” બાદશાહ રાજા માનસિંહના શબ્દોમાં રહેલા કટાક્ષને પારખી ગયા. “રાજા માનસિંહ, મેવાડ વિજયની વાત પડતી મુકવાનો સવાલ જ નથી. હવે હું મેવાડ વિજય માટે ઘાતકીમાં ઘાતકી સેનાપતિને મોકલીશ. મેવાડની ધરતી પર ત્યાંની પ્રજાપર રહેમ બતાવ્યા સિવાય તે જુલ્મની આંધિ વરસાવશે.