પંચતંત્ર ની વાર્તા - 3

  • 14.7k
  • 1
  • 12.6k

3 શિયાળ અને નગારું એક જંગલમાં એક શિયાળ હતું. એક વાર તેને કકડીને ભૂખ લાગી. ખોરાકની શોધમાં તે રખડીને થાક્યું, પરંતુ ક્યાંય ખાવાનું મળ્યું નહીં. ફરતાં ફરતાં તે એક બિહામણી વેરાન  ભૂમિમાં આવી પહોંચ્યું. રણભૂમિમાં ઝાડ નીચે એક નગારું પડેલું હતું. જ્યારે પવન વાય ત્યારે ઝાડની ડાળીઓ હાલે અને નગારા ઉપર અથડાય અને તેમાંથી ઢમ...ઢ મ...ઢ  મ... નાદ થયા કરે. આ ઢમ... ઢમ... ધ્વનિ સાંભળી શિયાળ ગભરાયું અને ઓ બાપ રે... મરી ગયો. કહીને પૂંછડી દબાવી નાઠું. થોડેક દૂર જઈ તેણે વિચાર કર્યો. આ ઢમ... ઢમ.... ઢમ... જેવો ડરામણો નાદ શાનો હશે ? શું આ કોઈ ભંયકર પશુ હશે ?