દુર્ગુણોથી મુક્ત થવાની અકસીર દવા !

  • 2.4k
  • 1
  • 1.1k

અમારા પડોશીને, ત્યાં એક દહાડો નવ વર્ષના બાબાને એના ફાધર (પિતા) મારતા હતા. છોકરો સામું કશુંક બોલતો હતો. ‘હા, હા, હું કરીશ.’ તેથી તેને ફરી માર્યો. મને થયું, આટલો જોર-જુલમ બાળક ઉપર શા માટે કરતા હશે ? પછી તપાસ કરી. છોકરો સ્કુલમાં એના મિત્રના દફતરમાંથી દસ રૂપિયાની ચોરી કરી, હોટલમાં જઈને નાસ્તા-પાણી કરી આવ્યો હતો. વાત સ્કુલમાં પકડાઈ ગઈ. સ્કુલના શિક્ષકે બાપા ઉપર લેટર લખી મોકલ્યો. તે વાંચીને બાપાને ખૂબ ક્રોધ ચઢ્યો અને ક્રોધમાં ને ક્રોધમાં છોકરાને ધીબી નાખ્યો, કે ‘આવી ચોરીઓ કરે છે ? સ્કુલમાં તને એટલા માટે મોકલ્યો છે ? મારી આબરુના કાંકરાં કરી નાખ્યા તે તો, હવે