મુરકટા - ભાગ 1

  • 4.5k
  • 2.3k

એક કપલ રાત્રે ખજીયાર પાસેના જંગલમાં હાથમાં હાથ નાખી ફરતા હતા. થોડે દુર ચાલતા ચાલતા એક ઝરણા પાસે બેય બેઠા. થોડીવાર બંને એ વાતો કરી પછી એ યુવાન ઉભો થઇ યુવતીની પાછળ જઈ એના ગળામાં પોતાના હાથ વીંટાળ્યા. બંને થોડીવાર એમ જ રહ્યા પછી એ યુવતીએ યુવાનનો હાથ છોડાવી આગળ કર્યો તો એ યુવાનના માત્ર હાથ જ હતા જે એના હાથમાં આવી ગયા. ડરથી એને ચીસ પાડી હાથ ફેંકી એ પાછળ વળી તો એ યુવાન ન હતો. એ દોડીને ત્યાં થી ભાગી, એનો પગ કોઈ વસ્તુ સાથે અથડાયો અને એ નીચે પડી. સામે જોયું તો લોહી નું ખાબોચિયું ભરેલું હતું