પંચતંત્ર ની વાર્તા - 2

  • 3.4k
  • 1
  • 2.1k

2 દંતિલ અને ગોરંભ  ભારત ની દક્ષિણે અમરાવતી  નામનું નગર આવેલું હતું.આ નગરમાં દંતિલ નામે એક વાણિયો રહેતો હતો. તે નગરમાં સૌથી વધુ ધનવાન હતો, તેથી તે નગરશેઠ ગણાતો. દંતિલ મોટો વેપારી હોવા છતાં તેનામાં અભિમાન ન હતું. તે રાજા અને પ્રજા બંનેનું કામ કરતો. રાજાનું કામ કરવામાં પ્રજાનો અભાવ થાય અને પ્રજાનું કામ કરવામાં રાજાનો અભાવ થાય એ સ્વાભાવિક હોવા છતાં, દંતિલ એટલો ચતુરાઈથી કામ કરતો કે રાજા અને પ્રજા બંનેનું તેના ઉપર સરખું હેત હતું. એક દિવસ દંતિલને ત્યાં પોતાની દીકરીનો લગ્નપ્રસંગ હતો, તેથી મોટા મોટા નગરજનો, પ્રધાનો અને અધિકારીઓને પોતાને ત્યાં આમંત્રણ આપી તેડાવ્યા હતા. આખા રાજમહેલમાં