છટાદાર વકતવ્ય કેવી રીતે આપી શકાય ?

  • 4.2k
  • 2
  • 1.8k

છટાદાર વકતવ્ય કેવી રીતે આપી શકાય ? નમસ્તે વ્હાલાં બાળકો, કેમ છો ? મજામાં ને ? અભ્યાસ બરાબર શરુ થઈ ગયો હશે. સાથોસાથ વચ્ચે વચ્ચે અનેક સ્પર્ધાઓ પણ આવતી હશે. જેમકે, નિબંધ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, ગીત સંગીત, નાટક, સુલેખન સ્પર્ધા વગેરે જેવી અનેક હરિફાઈઓ યોજવામાં આવે છે. જેમાં બાળકોને અઘરી લાગતી કોઈ સ્પર્ધા હોય તો તે છે વકૃત્વ સ્પર્ધા. આ સ્પર્ધામાં બહુ ઓછાં બાળકો તૈયારી બતાવે છે. અને જો બતાવે છે તો કેટલાંક બાળકો સારી રીતે બોલી શકતાં નથી. બોલે છે તો વચ્ચે વચ્ચે ભૂલી જાય છે, ગભરાઈ જાય છે,