પ્રકરણ 14 પરીક્ષા મનોબળની...!! અવનિશ પોતાનો રૂમાલ લઈને નાહવા માટે જાય છે.. આ બાજુ હર્ષા રૂમમાં ચારે તરફ પોતાની નજર ફેરવે છે ફરીથી એ જ ખૂણામાં એ જ આકૃતિ દેખાય છે...અને એ જ અવાજ..... " હર્ષા , વિચારી લે.... હજુ સમય છે મારે જે મેળવવું છે હું તો મેળવીને જ રહીશ.... પણ એ વખતે મારો રસ્તો અલગ હશે ...." "મેં એકવાર કહ્યું ને... ના મીન્સ ના... હું મારો અવનીશ નહીં આપુ... " " હર્ષા.... હર્ષા... કઈ કીધું તે...? અવનીશનો અવાજ આવતા જ એ આકૃતિ અદ્રશ્ય થઈ જાય છે... થોડીવાર અટક્યા પછી હર્ષા જવાબ આપે છે... " કંઈ જ નહીં....ના અવનીશ...