સાચુ બોલે તે વીર

  • 7.6k
  • 2
  • 2.9k

સાચુ બોલે તે વીર નમસ્તે વ્હાલાં બાળકો, કેમ છો ? મજામાં ને ? બાળકો આપણાં જીવનને સદગુણોનો ભંડાર બનાવી દેવું જોઈએ. સારા ગુણો કેળવીશું તો જીવન જીવવાની મઝા આવશે. સારા ગુણોથી જ સાચુ સુખ - શાંતિ પ્રાપ્ત થાય છે. ભલે ગમે તેટલી મુશ્કેલી પડે પણ આપણે આપણાં સારા ગુણો ન છોડવા. સારા ગુણોથી જ મનુષ્યનું રક્ષણ થાય છે. સારા ગુણોથી સૌના વ્હાલાં થવાય. આવાં તો ઘણાં બધાં સદગુણો છે. પણ આજે હું સત્ય એટલે સાચું, આવો સાચા બોલાનો ગુણ કેવી રીતે કેળવાય? તેની વાત લઈને આવી છું. સાથે સાથે સત્યથી આપણને કેટલાં ફાયદા થાય છે તે જાણીએ.સત્ય શું છે ?