કલ્મષ - 28 - છેલ્લો ભાગ

(40)
  • 3k
  • 1.5k

જેએફકે એરપોર્ટ પર ફ્લાઇટ લેન્ડ થઇ તે સાથે જ વિવાને પોતાનો મોબાઈલ ફોન ઓન કરી દીધો. જાણે થોડાં કલાકોના વિયોગે એને અકળાવી ન દીધો હોય !! હવે વધુ વિલંબ એને પરેશાન કરી રહ્યો હતો. થોડી જ ક્ષણોમાં નેટવર્ક એસ્ટાબ્લિશ થયું કે મેસેજ રિસીવ થવા લાગ્યા. સહુથી પહેલું કામ વિવાને મળી રહેલા મેસેજીસમાં ઈરાના મેસેજ વાંચવાનું કર્યું. ઇરાએ માત્ર બે મેસેજ મોકલ્યા હતા. એકમાં હતું હોટેલનું નામ અને રૂમ નંબર અને બીજા મેસેજમાં હતી ટેક્સી ડ્રાઈવરને આપવાની સૂચના. વિવાનના થાકેલા ચહેરા પર એક સ્મિત આવી ગયું. ઇરા પોતાને હજી એ જ પૂનાવાળો વિવાન સમજી રહી હશે. જેથી તકેદારીપૂર્વક પોતે ક્યાંક ભૂલો