ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 74

  • 1.8k
  • 854

(૭૪) રાજા ભગવાનદાસ અને કુતુબદીનની નાકામિયાબી.           શહેનશાહ અકબરને રાજપૂતાનાનો મામલો શીઘ્ર પતાવવો હતો. હજુ તો બાદશાહને કાશ્મીર અને દક્ષિણ ભારતના રાજ્યોને, પોતાના સામ્રાજ્યમાં ભેળવવાની તમન્ના હતી. ઇ.સ. ૧૫૭૬ ના જૂન માસના હલદીઘાટીના યુદ્ધથી એને, મેવાડી મહારાણો સહીસલામત છટકી ગયાનો ભારે અફસોસ હતો. એ સ્વયં આગ્રાથી અજમેર અને અજમેરથી ઉદયપુર થઈ ગોગુન્દા પહોંચ્યા. તેઓએ જોયું કે રાજા ભગવાનદાસ અને કુતુબુદીન ગોગુન્દાથી આગળ વધવાની હિંમત કરી શક્તા નથી. આપસમાં મંત્રણાઓ કર્યે જતા હતા. રાજા ભગવાનદાસ: આપણી ફોજ ખુંખાર છે પરંતુ મેદાની જંગમાં. આ પહાડી, નિર્જન પ્રદેશમાં આ સેના મેવાડીઓથી થાપ ખાઈ જાય. આ સૈનિકો પહાડી જીવન કે