ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 70

  • 1.9k
  • 906

(૭0) કવી પ્રથિરાજ રાઠોડ          રાજપૂતાનામાં આવેલા બિકાનેર રાજ્યની સ્થાપના રાવ બિકાજીએ કરી હતી. બિકાજી પછી લૂણકર્ણ, લૂણકર્ણ પછી જૈતસી અને જૈતસી પછી કલ્યાણમલ બિકાનેરની ગાદીએ આવ્યા. તેઓ ચિતોડગઢનાં રાજવી મહારાણા ઉદયસિંહના સમકાલીન હતા. તેમની પુત્રી મહારાણા સાથે પરણાવી હતી. સાથે સાથે મારવાડમાં આવેલા પાલી શહેરના રાજવી અક્ષયરાજ સોનગિરાની એક પુત્રી જયવંતી મહારાણા ઉદયસિંહની પટરાણી હતી અને બીજી પુત્રી ભક્તિમતી રાવ કલ્યાણમલની પટરાણી હતી. તે જમાનામાં રાજાઓ અનેક લગ્નો કરતા. સગોત્ર વિવાહ વર્જિત હતા. સંબંધોના આટાપાટા ગુંચવાયેલા હતા. રાવ કલ્યાણમલના અગિયાર પુત્રો હતા. તેમાં ભક્તિમતીના ચાર પુત્રો રાયસિંહ, રામસિંહ, પ્રથિરાજ અને સુરતાણ હતા. ભક્તિમતીનું બીજું નામ રત્નાવતી પણ હતું. રાવ