માં નો હેત

  • 3.8k
  • 1
  • 1.6k

શિક્ષક મિત્રો એ ખાસ વાંચવા લાયક વાર્તા..મિસ.આયસા એક નાના શહેરની પ્રાથમિક શાળામાં ધોરણ 5ની શિક્ષિકા હતા. તેમની એક ટેવ હતી તેઓ ભણાવવાનું શરુ કરતા પહેલા હંમેશા "આઈ લવ યું ઓલ" બોલતા. પણ તે જાણતા હતા કે તે સાચુ નથી બોલી રહ્યા, તે ક્લાસનાં બધા છોકરાઓને એટલો પ્રેમ નથી કરતા.ક્લાસમાં એક એવો છોકરો પણ હતો જેને મિસ.આયસાને જોવો પણ ન ગમતો.તેનું નામ હતું રાજુ. રાજુ ખરાબ ને મેલી સ્થિતીમાં શાળાએ આવ-જા કરતો. તેના વાળ ખરાબ હોય, બુટની દોરી ખુલેલી હોય, અને શર્ટનાં કોલર પર મેલનાં નિશાન હોય. ભણાવતી વખતે પણ એનું ધ્યાન બીજે ક્યાંક રહેતું. મિસ.આયસા તેને વઢે એટલે ચોંકીને તેમની