ધૂલો તો હરખપદૂડો (DTH) - 28

  • 1.6k
  • 722

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૨૮આપણે જોયું કે પિતલીની મમ્મીએ સુષમા નામની ઇન્ટિરિયર ડિઝાઇનર સાથે બિઝનેસના કામના બહાના હેઠળ બોલાવી અમિત સાથે લગ્નોત્સુક મિટીંગ ગોઠવી આપી હતી. પણ ગેરસમજ અને ગડબડ ગોટાળાની ધમાલ વચ્ચે આ લગ્નોત્સુક મિટીંગ પણ બૂમરેંગ સાબિત થઈ. એ મનના માણીગર બનવા થનગનતા ઉમેદવારને અમિતભાઈ કહીને જતી રહી. હવે આગળ...સુષમાના ગયા બાદ મીનામાસી નિર્દોષ રીતે કેતલા કીમિયાગાર તરફ જોઈને બોલ્યાં, "ફરી એક વખત, અમિતભાઈ!" અને બધાં ખડખડાટ હસી પડ્યાં. આ વખતે બધાં સાથે અમિત પણ જોડાયો.એના ગયા બાદ સધકી સંધિવાતે મહેમાન માટે મંગાવેલ ભોજનની સૌએ સાથે મળીને જિયાફત ઊડાવી. આ ફક્ત કહેવા ખાતર લાઈટ ડિનર કહેવાય