(૬૩) પુર્નમિલન પુરપાટ દોડ્યે જતા ચેતકને લંગડાતો જોઇને મહારાણા ચમક્યા, ધ્યાનપૂર્વક તેમણે દ્રષ્ટિપાત કર્યો તો તેમનો પ્રાણપ્રિય ઘોડો ચેતક ઘાયલ થયો હતો. સ્વાતંત્ર્યના પૂંજારીને કયુ ઇનામ મળે? છાતી પર પથ્થર મૂકીને સ્વજનોના મૃત્યુની હોળી ખેલાતી જોવી પડે. હસતા હસતા ઝેરનો પ્યાલો ઉદરમાં સમાવીને, મૃત્યુની મંગલમય વેળાને વધાવી લેવી પડે છે. ફાંસીનો ફંદો ગળામાં નાંખીને સ્વતંત્રતાદેવીના ચરણોમાં કુરબાન થઈ જવું પડે છે. પ્રત્યક્ષ પુત્રો, પુત્રીઓ, પત્ની સેહાદરો અને સ્વજનોના રક્તને હસતા હસતા સમર્પણ કરી દેવા એ સ્વાતંત્ર્યવીરનું પરમ કર્તવ્ય બની જાય છે. બલિદાન વિના સિદ્ધિ શક્ય જ નથી. મોગલસેનાના બે મહાત્વાકાંક્ષી સરદારો. નામ તો એમના બીજા