ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 61

  • 2k
  • 1k

પાર્થને કહો              સવારનો પ્રથમ પ્રહર, બંને સેનાઓ એકબીજા સામે ટકરવા આતુર હતી. મહારાણા પ્રતાપ વિખ્યાત ચેતક અશ્વ પર બિરાજમાન હતા. તેઓનું ભવ્ય વ્યક્તિત્વ, ઉષાકાળના ભગવાન ભાસ્કરના કિરણોમાં ઓર ખીલી ઉઠ્યું હતું. તેઓનું કદ લાંબુ હતું. વિશાળ અણીદાર નેત્ર હતા. ભરાવદર ચહેરો હતો. શૌર્યના પ્રતીક સમી મૂછો હતી. વિશાળ વક્ષસ્થળ, તેઓ અર્જુનની માફક આજાનબાહુ હતા. તેમનો વર્ણ ગૌરવર્ણ હતો. એવો ભાસ પડતો હતો કે, સાક્ષાત ભગવાન ભાસ્કર હલ્દીઘાટીના મેદાનમાં ઉતરી આવ્યા છે. ચેતક વારંવાર હણહણી રહ્યો હતો. તે થોડી થોડી વારે પાછલા પગે ઉભો થઈ જતો. જાણે એમ કહેતો ન હોય! “માલિક, હવે કેટલો વિલંબ?