ધૂલો તો હરખપદૂડો (DTH) - 26

  • 1.6k
  • 762

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૨૬આપણે જોયું કે પિતલીની મમ્મીએ સુષમા નામની કુંવારી ઇન્ટિરિયર ડિઝાઇનર સાથે બિઝનેસના કામના બહાના હેઠળ અમિત સાથે લગ્નોત્સુક મિટીંગ ગોઠવી આપી હતી. મજાની વાત એ હતી કે એક પાર્ટી આને લગ્નોત્સુક મિટીંગ સમજીને તો બીજી બિઝનેસ મિટીંગ સમજીને વાત કરતી હતી. એમાંથી જ સર્જાયાં હતાં ગડબડ ગોટાળા. સુષમાએ વાત આગળ વધારવા પચીસ હજાર રૂપિયાની માંગણી કરી લીધી હતી. હવે આગળ...લગ્નોત્સુક પાર્ટીને ભવિષ્યની નવોઢા અને એ સમયની સૌભાગ્ય કાંક્ષીણી કન્યા એક પછી એક, આંચકાઓ પર આંચકા આપી રહી હતી. પ્રથમ તો એ લગ્નોત્સ મિટીંગ માટે એકલી આવી હતી. દ્વિતીય, એના વસ્ત્ર પરિધાન પ્રસંગોપાત બિલકુલ નહોતા.