ઘણીવાર કુદરતની માયા પણ જાણતા પણ અજાણી જ હોય છે આપણી માટે ક્યારેક મોહ સમાન તો ક્યારેક માયા સમાન,આજે નદી કિનારો પણ બહુ જ શાંત હતો, ગરમીના દિવસો ધીરેથી સરક્યા હતા અને ચોમાસાની શરૂઆત વચ્ચે ધીરો ભીનાશને શોશે એવો તડકો નીકળ્યો હતો, ધ્વનિએ તેનું વહિકલ નદી કિનારે આવેલા મંદિર નજીક પાર્ક કરી મંદિરમાં દર્શન કર્યા, ધ્વનિએ ઊંડો શ્વાસ લીધો અને નદી કિનારા નજીકના બાંકડા ઉપર બેસતા નદીના શાંત વાતાવરણમાં એક તાઝગીનો અનુભવ કર્યોં, નદીની જેમ તેનું મન પણ વિચારોમા ધીરેથી સરકી રહ્યું હતું, ક્યારે તે વિચારોના વાદળોમાં ખોવાઈ તેને આભાસ પણ ન રહ્યો...જીવનમાં ચાલતા અનેક પ્રકરણો આંખ નજીક આવવા લાગ્યા