મંગળ પ્રભાત - 7 - છેલ્લો ભાગ

  • 1.9k
  • 1.1k

(7) ૧૫. વ્રતની આવશ્યકતા તા. ૧૪-૧૦-’૩૦ મંગળપ્રભાત વ્રતના મહત્ત્વ વિશે હું છૂટુંછવાયું આ લેખમાળામાં લખી ગયો હોઇશ. પણ વ્રતો જીવન બાંધવાને સારુ કેટલાં આવશ્યક છે એ વિચારવું યોગ્ય લાગે છે. વ્રતો વિશે લખી ગયો એટલે હવે તે વ્રતોની આવશ્યકતા વિચારીએ. એવો એક સંપ્રદાય અને તે પ્રબળ છે, જે કહે છે : ‘અમુક નિયમોનું પાલન કરવું ઉચિત છે, પણ તે વિશે વ્રત લેવાની આવશ્યકતા નથી, એટલું જ નહીં પણ તે મનની નબળાઇ સૂચવે છે. હાનિકારક પણ હોય. વળી વ્રત લીધા પછી એવો નિયમ અગવડરૂપ લાગે, અથવા પાપરૂપ લાગે તોયે તેને વળગી રહેવું પડે એ તો અસહ્ય છે.’ તેઓ કહે છે :