ચલી ચલી રે પતંગ મેરી ચલી રે.! અમારો રતનજી પ્લેબેક સિંગર તો નહિ, પણ ક્યારેક ક્યારેક તહેવાર જોઇને પ્ળું ખંખેરવામાં ઓઆવ્ર્ધો. ચાંદો જોઇને ચાંદના ગીતો ગાય, ડુંગરા જોઇને ડુંગરના ગીત કાઢે, ભેંસને જોઇને ‘મેરી ભેંસકો ડંડા કયું મારા’ જેવાં ગીતો કાઢે, ને પતંગ જોઇને ‘ચલી ચલી રે પતંગ મેરી ચલી રે’ જેવી ધૂન પણ ઠોકી નાંખે..! જેવી જેવી મૌજ બાપૂ..! ’ એક દિવસ તો પતંગની કાપાકાપીમાં પડેલો ને ગીત ગાતાં ગાતા જ ધડાકો કર્યો, “ એઈઈઇ..કાઈપો છે..! જો..જો ટોપા જો, પેલો ગુલાંટીયો ગિયોઓઓ..! એઈઇ જાય..! ઢેન્ઢેનેન.! ઓઈઇ..પેલો કાબરો આપરી બાજુ આવતો છે હંઅઅકે..! છોડ..છોડ..! દોરી છોડ તું..! અલ્યા ફીરકી નહિ,