મંગલ મસ્તી - 4

  • 2.7k
  • 1.2k

વાગેલા વાજાના ભણકારા...! વર્ષના બારેય મહિના મારા માટે અકબરના રત્ન જેવાં. જીવવાનું હોય કે મરવાનું, એ બાર મહિનાનાં કુંડાળામાં જ આવે..! જેની પાસે બાર-બાર છોકરાંની સિલ્લક હોય તેમણે તો નામ પાડવાની ઝંઝટ રાખવી જ નહિ, મહિનાના જ નામ છોકરાના નામ તરીકે ફીટ કરી દેવાના..! જાન્યુઆરીથી શરુ કરી, ડીસેમ્બર સુધીમાં વાર્તા પૂરી કરી દેવાની. ૧૩ મો મહિનો નથી એટલે અટકી જ જવાનું..! ફાયદો એ વાતનો થાય કે, વૃદ્ધાવસ્થામાં મહિનાના નામ પ્રમાણે તે છોકરાના ઘરે ગાલ્લું છોડી પડાય, અને મહિનો બદલાય એટલે બીજાને ત્યાં જવા ગાલ્લું જોડી દેવાય..! એમાં જેનું નામ ફેબ્રુઆરી હોય એને તો દીવસની ગણતરીમાં ફાયદો જ થાય. માએ ભલે