મંગલ મસ્તી - 3

  • 3.1k
  • 1.4k

પંચાત મારો પરમ ધર્મ છે..! એવો એક પણ માનવી નહિ હોય કે જેમણે ક્યારેય છીંક-ઓડકાર કે ઉધરસ ના ખાધી હોય, એમ એવો એક પણ મનુષ્ય દેહ નહિ હોય કે, જેમણે ભૂલમાં પણ કોઈની પંચાત ના કરી હોય..! આમ તો આ બધી કુદરતી ચેષ્ટા છે. પણ મારે વાત કરવી છે, પંચાતના ‘હોલસેલ’ સ્ટોકીસ્ટ પંચાતીયાની...! આવાં લોકોને ન્યાત જાત જાતી અને ધર્મનું પુંછડું, આડું આવતું નથી. ‘પંચાત મારો પરમ ધર્મ છે’ એવી ફિરાક જ એમનો પરમ ધર્મ..! જેમ એકેય ગામ એવું ના હોય કે, જ્યાં હનુમાનજીની દે’રી નહિ હોય, એમ એકેય ગામ બાકી ના હોય કે, જ્યાં ‘પંચાતીયા’ ની પેદાશ ના હોય.