મંગલ મસ્તી - 1

  • 5.2k
  • 2.2k

કોઈના કાનમાં તમરા બોલે..!                         કોઈના કાનમાં તમરા બોલે..! કાન બિચારા બિન ઉપદ્રવી અને સીધાં સાદા..! અહિંસક એવાં કે કોઈ સળી કરે તો તેની સાથે છુટ્ટા કાનની મારામારી કરવા નીચે ઉતરી નહિ પડે. ભાત-ભાતની કહેવતો કાઢીને છંછેડ્યા હશે, છતાં સાવ ઋષિમંત ! આતંકવાદ નહિ ફેલાવે..! કાન વિષે કેવી કેવી છોડિયાફાડ કહેવતો છે..? જેમ કે, કાન છે કે કોડિયાં, કાનના કીડા ખરી ગયા, કાનમાં ઝેર રેડ્યું, કાના-ફૂંસી કરી, કાચા કાનનો, એક કાનથી સાંભળે ને બીજા કાનથી કાઢી નાંખે, એના કાનમાં તમરા બોલે, પારકી મા હોય એ જ કાન વીંધે, મારો