દરિયા નું મીઠું પાણી - 13 - ઘરડો બાપ

  • 1.6k
  • 796

ઓખા અમદાવાદ એક્સપ્રેસ સ્ટેશન પર ઉભી રહી. આ એક નાનકડું રેલવે સ્ટેશનહતું.પરશોતમ કાનજી એક જનરલ ડબ્બામાંથી નીચે ઉતર્યા, સાથે બે મોટા મોટાથેલા હતાં.ટ્રેઈનની વ્હીસલ વાગી અને ટ્રેન ઉપડી અને સાથોસાથ મક્કમ ડગલે પરશોતમદાસ રેલવેસ્ટેશનના પ્લેટફોર્મ પર ચાલવા લાગ્યાં.સામેથી જ કરશન દેખાયો. એ દોડ્યો અને પરશોતમદાસ પાસેથી એક થેલો લઈને પૂછવા લાગ્યો.“દાસ સાહેબ અમદાવાદ જઈ આવ્યાં.?“હા ઘણાં દિવસથી ગયો નહોતો એટલે જઈ આવ્યો. આપણા નગરમાં શું નવાજૂની છે એ કહે” પરશોતમદાસજી બોલ્યાં.“બસ કશું જ નવીનમાં નથી, પણ તમે તમારું મકાન વેચીને જતાં રહો છો એવી નગરમાં વાતો સંભળાય છે” કરશને પોતાની ઓટો રિક્ષામાં સામાન ગોઠવ્યો, અને પોતે રિક્ષા ચાલુ કરી અને