ઓટલો અને રોટલો

  • 2.1k
  • 774

આ બંને વગર જીવન અશક્ય છે. જો તેનો સુમેળ હોય તો જીવન ભર્યું ભર્યું લાગે. ઓટલો હોય અને રોટલો ન હોય તો કેવી દશા થાય ? રોટલો મળે પણ સુવા નો ઓટલો ન હોય તેના હાલ પૂછી જો જો. રોટલા પર ભલે ઘી ન હોય, છતાં પણ ભૂખ ભાંગી શકે. ઓટલો, સૂવા માટે ગાદલું ન હોય, શેતરંજીથી પણ ચલાવી શકાય. તમે જાણતા હશો માનવી આખી જિંદગી રોટલા અને ઓટલા પાછળ ગાંડાની જેમ દોડે છે. ઘણીવાર એ દોડમાં તબિયતનું ધ્યાન રાખવું વિસરી જાય છે. જ્યારે બંને મળે ત્યારે ભોગવવાનો સમય હાથમાંથી સરી ગયો હોય છે. “અબ પછતાયે ક્યા હુઆ જબ ચિડિયા