તમારે સુસંસ્કારી દ્વિજ જેવા બનવું છે ?

  • 3.9k
  • 2
  • 1.5k

તમારે સુસંસ્કારી દ્વિજ જેવા બનવું છે ?નમસ્તે વ્હાલાં બાળકો, કેમ છો ? મજામાં ને ? બાળકો, આજે હું એક તમારાં જેવડો જ નાનો બાળક છે - દ્વિજ, તેનાં આધ્યાત્મિક સંસ્કારોની વાત કરવાની છું. આપણાં જીવનમાં સંસ્કારોનું કેટલું મહત્ત્વ છે. બાળપણથી લઈને છેક ઘડપણ સુધી આપણે જે જે સંસ્કારો આપણાં જીવનમાં ઉતારીએ છીએ તે કાયમ આપણી સાથે રહે છે અને આપણું જીવન સુવાસિત કરે છે. કુંભાર ‘માટીના પિંડ’ને જેવો આકાર આપે, તેવા આકારનું માટલું બને છે. આકાર સરસ આપે, તો જ માટલું સારું બને છે. એકવાર માટલું બની ગયા પછી, તેનો આકાર બદલી શકાતો નથી. એ જ રીતે, મોટા થયા પછી