રાજા માનસિંહ અને કુંવર અમરસિંહ અંધારી કાજળઘેરી રાત હતી. મેવાડની પ્રજાપરિષદના આગેવાનો, મહાજનો ,સરદારો , કોમલમેર નરેશ અક્ષયરાજ સોનગિરા ,માનસિંહજી સોનગિરા , જેઓ ઉદયપુરમાં જ હોવાથી તેમને ખાસ આમંત્રણ આપી ઉપસ્થિતિ રહેવા સૂચવ્યું હતું. મેરપુરના ભીલ રાજવી પૂંજાજી મંત્રણાગૃહમાં ભેગા થયા હતા. સર્વે મહારાણા પ્રતાપસિંહના આગમનની પ્રતિક્ષા કરી રહ્યા હતાં. અગત્યની મંત્રણા માટે સૌને આમંત્રણ આપવામાં આવ્યું હતું, સૌને ખબર હતી કે, આજે કોઈ અગત્યનો નિર્ણય લેવાનો હતો. સૌને વધુ વાર પ્રતિક્ષા કરવી પડી નહિ, મહારાણા પધાર્યા. સભામાં મહારાણાજીનો જય હો, ‘જય એકલિંગજી ’ નો હર્ષ ભર્યો, નાદ ગુંજી ઉઠ્યો. મહારાણાએ આસન ગ્રહણ કર્યું. ધીરગંભીર મુખમુદ્રા હતી,