ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 49

  • 1.6k
  • 820

 મહારાણા પ્રતાપસિંહ અને રાજા માનસિંહ             મોગલ સેનાપતિ કુંવર માનસિંહના હૈયામાં હર્ષ માતો ન હતો. એણે પોતાના ધ્યેયના પ્રથમ લક્ષાંકને સફળતા પૂર્વક સર  કર્યું હતું. બાદશાહ અકબરના આદેશ પ્રમાણે જ્યારે તેણે ગુજરાતમાંથી પ્રસ્થાન કર્યું ત્યારે ડુંગરપુર નરેશ પર પોતાનો વિજય મળશે એ ધાર્યું ન હતું. ડુંગરપુર નરેશ મહારાવલ આસકરણે સામનો કર્યો પણ અંતે ડુંગરાઓમાં , નાસીને ભરાઈ જવું પડ્યું. ઉદયપુર ની સરહદ આવી એટલે કુંવર માનસિંહે સેના ને મુકામ કરવાનો આદેશ આપ્યો. “  હું મહારાણા ને મળવા જાઉ છું, તું સેના સાથે રહે, “ કુંવર માનસિંહે પોતાના નાનાભાઈ ને આદેશ આપ્યો. “ મોટાભાઈ, હઠીલા  રાણા જોડે મુલાકાતે જાઓ છો ત્યારે