ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 44

  • 2k
  • 976

જલાલુદીન કોરચી મેવાડમાં             શહેનશાહ અકબર આગ્રા શહેરમાં પોતાની રાજધાની બનાવીને રહેતા હતા. મેવાડ સામ્રાજ્યની જાહોજલાલી એની ચરમ સીમાએ પહોંચી હતી.  સંગીત, કાવ્ય. સાહિત્ય, શિલ્પ હર એક ક્ષેત્રમાં ભારતે અદ્વિતીય પુરુષો આપ્યા હતા.  સંગીતકાર તાનસેન અજોડ હતો.  આગ્રા શહેરની હદમાં એના સિવાય બીજા કોઇનું સંગીત સંભળાતું ન હતું. કોઈ ગવૈયાની મગદૂર ન હતી, કે સંગીતના સૂરો છેડી શકે જો છેડે તો મુકાબલો કરવો પડે. અને આ મુકાબલા નું પરિણામ એક જ આવે પરાજય.  પરાજય એટલે મોત. આવા નવ રત્નો અકબરશાહ ના દરબાર માં બિરાજતા હતા.            એક દિવસે ચર્ચા નીકળી,” બાદશાહ અકબર સામ્રાજ્યવાદી છે કે