કલ્મષ - 26

(28)
  • 3.5k
  • 1
  • 2k

ન્યુ યોર્કના સૂમસામ પડેલાં રસ્તા પર ટેક્સી દોડી રહી હતી. પણ, એથીય વધુ ગતિએ જો કોઈ દોડી રહ્યું હોય તો તે હતું ઈરાનું મન. ફોર્ટી સેકન્ડ સ્ટ્રીટ પર આવેલી હિલ્ટન હોટેલ તો ન જાણે કેટલીયવાર જોઈ હતી પણ ત્યારે કદી અંદાજ નહોતો કે એક દિવસ પોતે ત્યાં રહેવું પડશે !! ઈરાના મનમાંથી પોતે જોયેલું દ્રશ્ય ખસતું નહોતું. નીના પોતાની સાથે આવી ગેમ રમી શકે ? એક બાજુ દિમાગ હતું તો બીજી તરફ દિલ. જે કહી રહ્યું હતું : ના , નીના આવું ન કરી શકે !!ઉલટું દિલ તો ઈરાને પોતાની કરણી માટે કોસી રહ્યું. પોતે એને એક સફાઈની તક પણ