એ રાત નહીં ભૂલાય..

  • 3.7k
  • 1.5k

વાત 30 જૂન, 2023 ની છે જયારે અમદાવાદના અમુક વિસ્તારોમાં જાણે આભ ફાટ્યું હતું. બે કલાકમાં પાંચ ઇંચ જેવો વરસાદ પડેલો.એ રાત્રિનો એક ખૂબ ભયાનક ડ્રાઈવિંગ અનુભવ અત્રે વર્ણવું છું.----------ઈશ્વર સત્ય છે. રક્ષા કરી.આજે મારો મોટો પુત્ર ગુડગાંવ જવા રાજધાનીમાં નાનાં બાળકો સાથે ગયો. આમ તો હું મૂકવા જવાનો હતો. નીકળવા ના સમયે જ સાડા ચારે જોરદાર વરસાદ તુટી પડયો. માત્ર બે દિવસ કોઈ કામસર આવેલ નાનો પુત્ર, પુત્રવધૂ કહે તમને વરસાદમાં તકલીફ પડશે, અમે મૂકી આવીએ.તેઓ રાજપથ રોડ થોડાં પાણીમાં હતો તેમાંથી નીકળી સ્ટેશન પહોંચાડ્યા. ત્યાંથી 6.30 ના નીકળ્યા અને વરસાદ ની સ્પીડ જે વધી!ઇન્કમટેકસ પાસે એક વાર ફસાયા,