ખ્યાતિ પોતાની ઓફિસમાં બેઠી બેઠી એક નવાં પ્રોજેક્ટ પર કામ કરી રહી હતી, ત્યાં શહેરના જાણીતા બિઝનેસમેન અતુલ શાહ આવ્યાં. એમનાં માતૃશ્રીની પ્રથમ પુણ્યતિથિ આવતી હતી, અને તેમને પોતાના ગામમાં એક અદ્યતન નવી સકૂલ બનાવવી હતી, અને એ અંગેની વાતચીત કરવા તે આવ્યાં હતાં. ખ્યાતિ એ એમનાં ગામનું નામ પુછ્યું! એમણે કહ્યું કિશનગઢ ! અને નામ સાંભળીને જ એની આંખોના ખૂણા ભીના થયાં, અને એણે કોઈ પણ જાતની ફી વગર એ સ્કૂલ માટેનાં એગ્રીમેન્ટ પર સહી કરી દીધી. ખ્યાતિ લગભગ પાંચ કલાકની મુસાફરી કરી મર્સિડિઝ કારમાંથી, એક સાવ સામાન્ય એરિયામાં આવેલી નિશાળ આગળ ઉતરી, અને અંદર ગઈ. નાની નાની બેન્ચો