ચેતક ચિતોડમાં ઈ. સ.૧૫૫૯ની સાલ હતી. રાજસ્થાનના મેવાડમાં , ચિત્તોડગઢમાં મહારાણા ઉદયસિંહ શાસન કરતાં હતા. આગ્રાથી મોગલ સલ્તનત પોતાનું કાઠુ વધારી રહી હતી. ૧૭ વર્ષનો કિશોર અકબર મોગલ શહેનશાહ હતો. સત્તાનો ખરો દોર તેના ફુઆ અને સેનાપતિ બહેરામખાનના હાથમાં હતો. તેણે કડક હાથે અફધાનો ને કચડી નાખ્યા હતા. એ જમાનો યુદ્ધનો હતો. ભારતમાં પહેલાં હાથીઓનો ખૂબ ઉપયોગ થતો. પોરસનો પોતાનો એક અતિ પ્રિય હાથી હતો. મેસિડોનિયાથી પંજાબ સુધી વિજયોની પરંપરા સર્જીને આવેલા સિકંદર પાસે મજબૂત અશ્વ દળ હતું. તેનો અતિ પ્રિય ઘોડો બુસેફેલસ હતો. એક જમાનામાં ભારતની સેનામાં હાથીઓની બોલબાલા હતી. રાજા હાથીની અંબાડી પર